" ઉંડી ને આવીએ"
આપી આપીને તમે પીંછું આપો સજન,
પાંખો આપો તો અમે ઉંડી ને આવીએ,
ચાંદ નીચોવીને વાળકો ભર્યો ને મોગરાની કળીએ હલાવ્યાં.
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઊંબરની કોર લાગી આવ્યા,
આપી આપીને તમે પીંછું આપો,
સજન પાંખો આપો તો અમે આ ઊડીને આવીએ.
કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય ને લેખણમાં બેઠી છે લૂ,
આ આંગળીઓ ઓગળીને અટકળ થઇ જાય,
અમે લખીએ તો પણ લખીએ શું.
આપી આપીને તમે ટેકો આપો,
સજન નાતો આપો તો અમે આવીએ,
આપી આપીને તમે પીંછું આપો ,
સજન પાંખો આપો તો અમે ઉંડી ને આવીએ.
જિંદગીએ દીધા છે જ જખ્મો બહું,
ને પોતાના એ આપ્યા છે બહુ ડામ,
આપી આપીને તમે "મિત્ર" ને મલમ આપશો,
સજન પ્રેમ નેં હેત આપો તો અમે આવીએ.
આપી આપીને સજન પીંછું આપો,
સજન પાંખો આપો તો અમે ઉંડી ને આવીએ
{✍️ મનિષ કુમાર "મિત્ર"🙏🙏}