Gujarati Quote in Thought by Punita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરમેશ્વર તરફથી :
મારા મિત્ર ને,
મેં તારું સર્જન કર્યુ છે.....
તને મારી જરૂર છે.... અને મને તારી જરૂર છે. આપણી પાસે એક દુનિયા / જગત / વિશ્વ છે. જેનું આપણે નવ ઘડતર કરવાનું છે. વિશ્વમાં અન્ય એવી કોઈપણ સર્જનની અજાણ એવી શક્તિઓ થી --
મેં તને વિચારવાની શક્તિ આપી છે.
મેં તને ચાહવાની શક્તિ આપી છે.
મેં તને ઈચ્છવા ની શક્તિ આપી છે.
મેં તને હસવાની શક્તિ આપી છે.
મેં તને કલ્પવાની શક્તિ આપી છે.
મેં તને સર્જવા ની શક્તિ આપી છે.
મેં તને આયોજવા ની શક્તિ આપી છે.
મેં તને પ્રાર્થવાની શક્તિ આપી છે.
મેં તને પસંદગી કરવાની શક્તિ આપી છે.
મેં તને નિર્ણય કરવાની શક્તિ આપી છે.
હવે, આ બધી શક્તિ ઓનો સદુપયોગ કરવાનું તારા હાથમાં છે.
તારે, તારી શકિત ઓનો યોગ્ય ઉપયોગ આ રીતે કરવો જ જોઈએ :
ચાહવા માટે, નહિ કે ધિક્કારવા,
હસવા માટે, નહિ કે રોવા,
સર્જવા માટે,નહિ કે વિનાશ કરવા,
મંડ્યા રહેવા માટે,નહિ કે ત્યજી દેવા માટે,
ગુણગાન ગાવા માટે,નહિ કે કુથલી કરવા માટે,
સાજા કરવા માટે,નહિ કે ઈજા કરવા,
આપવા માટે નહિ, કે લેવા માટે,
તાકસવા માટે, નહિ કે કોહવાઇ જવા,
પ્રાર્થના કરવા માટે, નહિ કે શાપ આપવા માટે,
જીવવા માટે, નહિ કે મરી જવા માટે,
તું માત્ર માનવ જ નથી તારે તો માનવ બની રહેવાનું છે. આપણે બંને સાથે મળીને આ પરિવર્તન લાવીશું. તારા સુખ, સમૃદ્ધિ ને સફળતા ના મારા ચાર નિયમોને યાદ રાખજો :
-તારી પરની મારી આશિષો / કૃપા ઓનો આભાર માનજે.
-તારી પોતાની વિશિષ્ટતા ની ઘોષણા કરજે.
-અદના આદમી ની વહારે આવજે.
-નિર્ણય કરવાની તારી શકિત ઓનો યોગ્ય ઉપયોગ કરજે.
.....આ ચારેયને પરિપૂર્ણ કરતો વધુ એક નિયમ :
" સર્વ કાંઈ પ્રેમથી કરજે, પ્રેમમાં અને પ્રેમ દ્વારા કરજે. તારી પોતાની જાતને ચાહજે...
અન્યો ને માનવબંધુ પર પ્રેમ રાખજે અને મને પણ ચાહજે. "
ઉઠ, તારા બધા આંસુ લૂછી નાંખ, અને મારો હાથ ઝાલીને સીધો ઉભો રહે. હું તારી પડખે છું.
તું તો આ દુનિયામાં સૌથી મોટો ને મહાન ચમત્કાર !!!
( અને હરહંમેશ યાદ રાખજે કે.... )

Gujarati Thought by Punita : 111618663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now