તું એટલે મારા નહિ લખેલ અક્ષરના વળાંક
તું એટલે મારા નહીં લખેલ શબ્દ ની શરૂઆત
તું એટલે મારી શુસુપ્ત જીજીવિશા નો આવિષ્કાર
તું એટલે મારા રંગ વિહીન સપનાના ઇન્દ્ર ધનુષના રંગ
તું એટલે મારા તન મનના થાકની રામબાણ ઔષધિ
તું એટલે મારા ભીતરના શૂન્યાવકાશમાં મળતો પ્રાણવાયુ
~યોગેશ વ્યાસ