હું કોણ છું થાય છે પ્રશ્ન ત્યારે ખોવાય જાય છે
વિચારો ના વમળ રૂપી પાણીમાં
ગોળ ભમરી લેતા એ પાણી ની વચ્ચે અટવાયેલા
એ વિચાર ને મળે છે અનેક પ્રત્યુત્તર
તું છે એક માં નો લાલ
તું છે એક અસ્તિત્વ
તું છે એક સારથી
તું છે એક સર્જન
તું છે એક અંશ
તું છે એક માનવી
રહેજે એક માણસ બનીને
મોકલવામાં આવ્યો છે તને
આ ધરતી પર તો
જન્મ વ્યર્થ ના જવા દઈશ
-Shree...Ripal Vyas