હવે મારી પાસે ક્યાં કોઈ પર્યાય છે,
તું જ પહેલો અને તું જ છેલ્લો અધ્યાય છે.
તને ચાહ્યા પછી શું ચાહું હું જિંદગીથી,
બીજું કશું ક્યાં હવે આમાં સમાય છે.
ક્ષણ ક્ષણ ખુશી તારા અસ્તિત્વથી છે,
ને તું જયારે દુર હોય તો ક્યાં હસાય છે.
તારા વિષે ને તારા માટે લખવું એ જ કામ મારું,
એક માત્ર તો મારો હવે વ્યવસાય છે.
અર્થ છે, ધ્યેય છે, આશય છે ,
તને સમજવાથી જ તો જિંદગી સમજાય છે.
-હરેશ