એ જીંદગી હું રોજ તને થોડી થોડી ઊંગતા જોવ છું.....
ધરામાંથી નીકળતી કુપળમાં જોઉં છુ...........
પાણી તો હું રોજ પાવ છું સંસ્કાર નુ તને...... પણ....!
ફળની આશા કરતા બીજાને જોઉં છું.......
હા ઉંમર મારી મને નથી ખબર કેટલીબચી હશે...!
પણ તને તો વર્ષો વરસ લણાતા જોઉં છું........
ઓસની બુંદોથી સજાવતી રદય પર કમળતા......
મધ્યાહને ધૂપમાં ઠહરી કઠોરતા મનમાં જોઉં છું......
લહેરાતી,મુસ્કુરાતી, મંદ મંદ હવા સંગ પોતાની ધૂનમાં......
વંટોળે વિખરાઈ પડતી કયારેક તને જોઉં છું..........
એક એક ટીપાને તરસતી સુકાતી વર્ષના આગમનની વાટે.....
મધદરિયે કયારેક તને ડૂબતા હું જોઉં છું.........
🙏જય શ્રીકૃષ્ણ 🙏
-Doli Modi