પરિવેશ(સાહિત્ય-કલા,સમાજ અને શિક્ષણનું ત્રિમાસિક સામયિક)ના સભ્ય થવા માટેનું ફોર્મ
પરિવેશ(ISSN 2319-1872) વર્ષ 2012 થી ચાલી રહ્યું છે. સાહિત્ય-કલા, સમાજ અને શિક્ષણના અભ્યાસ અને સંશોધન લેખો, કવિતા, વાર્તા, નિબંધ, અહેવાલ, નવલકથા અંશ, વ્યક્તિ પરિચય વગેરે પ્રકાશિત કરે છે. વર્ષમાં ચાર અંક પ્રગટ થાય છે. નવોદિત અને પ્રતિષ્ઠિત સર્જકો,સંશોધકો અહીં વાંચવા મળે છે. પરિવેશ દ્વારા પર્યાવરણ, વ્યક્તિ વિશેષ, અનુવાદ વગેરે વિશેષ અંકો પ્રગટ થઈ ચૂક્યા છે. આ કોઈ સંસ્થાનું નહીં પણ વ્યક્તિગત સાહસ છે. વિનુ બામણિયા, ડૉ સતીશ પ્રિયદર્શી અને ડૉ રાજેશ વણકર તેના સંપાદકો છે. તંત્રી તરીકે શીતલ ચૌહાણ અને માનદ સંપાદક તરીકે અમેરિકાથી હિમાંશુ પટેલ સેવાઓ આપે છે. પરિવેશના વાર્ષિક/બે વર્ષ માટે/ આજીવન / શુભેચ્છક સભ્ય થવા માટે નીચે આપેલી લિંક ઓપન કરીને આપની વિગતો ચોકસાઈથી ભરો. આપની કૃતિઓ, લેખ વગેરે પણ લિંક દ્વારા સબમીટ કરી શકો છો. વિગતો સબમિટ કર્યા બાદ આપને આપેલ ઇમેઇલ પર સભ્યપદ પ્રાપ્ત કર્યા અંગેનું પ્રમાણપત્ર મળશે.
https://forms.gle/t25kegDhfrjBZzfo6