સુખરામ બાપુની વાણી:
...,................................
માળા રઘુવીર ને વાલી,
શ્ર્વાસો જાય નહિ ખાલી,,,,ટેક
ભકિત ના ભેદ ને જાણી,
વરતિને નિયમમાં આણી,
દમનાં દોર ને ઝાલી,
અધર ધર રસ્તે ચાલી,,,માળા.
પ્રથમ હે ઑંમકી માયા,
ઑંમ્ સે અમિ નિરમાયા
અમીપર કમલકી નાલી,
કમલ પર કાર વિનકાંલી ,,માળા ,
કારકી ઉપરે દેખો ,
નિરાકાર નાથકુ પરખો
નિરાકાર સે આગે ચાલી,
નિરંજન દેવ હે ખ્યાલી,,માળા.
નિરંજન પર હે જ્યોતિ,
જ્યોતિ પર હે મહાજ્યોતિ
સુખરામ કહે હદકુ મેલી,
પરાની પાર નુરત ખેલી,,માળા