એક આંસુ હસતું લાગે,
દરદ કલમે ટપકેલું લાગે.
શબ્દે શબ્દે જલન જેવું,
કાંઇક ઉરે અટકેલું લાગે.
છલકે તો નવાઈ ન હવે,
આંસુ નયને ભરેલું લાગે.
વસંત જેવું ક્યાં છે અહીં?
ફૂલ વર્ષોથી ખરેલું લાગે.
એક સાંધતા તેર તૂટે હવે,
નસીબ નક્કી બળેલું લાગે.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"