સારાં સમય ની રાહમાં,
વીતી જશે આ ક્ષણ;
જીવી લો દિલ ખોલીને,
આજ ની દરેક પળ.
રહી જશે વાતો ફકત,
વીતી ગયેલા સમયની;
રહેશે અફસોસ જીવનભર,
જો નહીં જીવો આ પળ.
ચાલે છે જે શ્વાસ ને,
ધબકે છે જે હૃદય;
પડી જશે જો બંધ એ,
તો શું કરશો પાછળ??
સારાં સમયની રાહમાં,
રહે છે સૌ હરપળ;
નથી સમજતું કેમ કોઈ!
આજ તો છે સારી ક્ષણ.
✍️- ખ્યાતિ સોની "લાડુ"