કાન તારી વાસંળી મૂકી વેક્સિન લાવ,
ઈન્જેકશન આપી સુરક્ષા કવચ લાવ.
તડપે જન જન અજગર ભરડાથી,
રાધાનો શ્યામ હવે સુરક્ષા કવચ લાવ.
માણસ માણસથી દૂર રહે તે કેમ ચાલશે,
ઘરમાં મુરજાતો માણસ માટે સુરક્ષા કવચ લાવ.
કોરોના રાક્ષશનાં હા... હા..કારથી દુનિયા ફફડે,
માસ્કની મોકાણ કાઢવા સુરક્ષા કવચ લાવ.
કિયાં છે કાન, ઘનશ્યામ, મોહન, મોરારી આવ,!?,
અઝીઝ ઉપર આવી પડી ઉપાધિ સુરક્ષા કવચ લાવ.
ભાટી એન અઝીઝ
28/11/2020