Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌻

એકલતાં સૌ ની


સૌ-સૌ ની એકલતા
આજ-કાલ એવી પથરાયેલી
હરેક ક્ષણને અથડાયેલી ત્યારે
વર્ષો-વર્ષની તસવીર
પાસ-પાસે રાખીને જોવ છું
યાર એ દિવસોમાં
એક હજાર વાર હું હોવ છું
કેટલાય પ્રસંગો સાચવીને સ્મરણની ક્ષણ ક્યાં ખોવ છું?
જો આ સૂર્યની પ્રાર્થના સમુહમાં
હવે સમુહમાં એકલાં શું હોઉ છું?
આ વક્તની સાથે સમજુતી કરી
માણસ તે માણસની આવૃતિ કરી
જાણે આ કેવી વૃતિ કરી કે
સ્મૃતિ કરી...!
કેટલાય અવસર એકલા થયા,થશે અને થવાના...
સમય આથમતા-ઉગતા જવાના
અને પછી
હોળી થી દિવાળી ની વાત અધુરી કરી....નવા નાકે
એકમ થી અમાસ કેટલી છે વાકે
ફરતા પાને-પાને તારીખનાં મેળ
ઝાડનાં પાંદડે તો ઉગાડી છે કેળ
સારુ છે પ્રકૃતિનો આજે પણ છે એટલો જ મનમેળ
નહીં તો શું થાત?
વૃક્ષનો અવતાર તું થાત!
જો
તુલસીની કથા વાંચી ત્યાર પછી
તુલસી પત્ર સીધામાં
જાણે છે એક-એક તરભાણું
તુલસી પત્ર સૌ નું છે નાણું
આજે જ સમજાણું
અણુ,પરમાણું અને જીવાણું
અને વળી
એકલતાનું હરેક ગાણું
આજે જ સમજાણું
આરોગ્ય,એકલતા અને ખાણું
કૌ છું આ ઉકાળાનું ટાણું
સૌ-સૌ ની
એકલતાનું
એક સરખું
સરખે-સરખું ભાણું
જુઓ એકલતાં છે શાણું
બદલાતાં સમયનું આણું
સૌ નું...

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા.૨૭/૧૧/૨૦૨૦ શુક્રવાર

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111617516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now