ગઝલ....... " યાદ "
યાદ તારી આજ પણ અમને આવે છે
પ્યાર કરવાનું તો હમણાં ય ફાવે છે.
સાચવીને પેલો રૂમાલ રાખ્યો છે,
એવી ને એવી જ ખૂશ્બુ ય આવે છે.
ભીતરે આવે તો છે ખ્યાલ મળવાનો,
કો'ક દિ' તો યાદ બેહદ સતાવે છે.
મુખડું તારું કેવું ઘાટીલું 'તું , ને છે !
પણ હવે તો રૂબરૂ ક્યાં બતાવે છે.
બીજે પરણી ગઇ,હશે મારા કિસ્મતમાં,
એ જ ખ્યાલો આજ સુધી જલાવે છે.
જાન આવી તારી ત્યારે ' વિજય ' હાર્યો,
એ દરદ આજે ય દિલમાં સતાવે છે.
"વિજય જાદવ"