Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સતત એમ તારું મનન હું કરું છું
કે,જાણ્યે અજાણ્યે ભજન હું કરું છું

અવિરત તને યાદ કરવામાં સાલું,
અવિરત ખુદનું જતન હું કરું છું!

તને પામવાની છે શરતો ગલત પણ,
ગલત સાધનામાં પતન હું કરું છું!

છે માયા આ મુફલિસ અને ત્રાસ એનો,
ફકિરીને તેથી નમન હું કરું છું.

તને થાય છે કે , હું તારો નથી તો,
સતત તારો થાવા ગમન હું કરું છું !

*વિનુ બામણીયા*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111617512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now