#આત્મનિર્ભરતા
આજના સમયમાં સ્ત્રી નું આત્મનિર્ભર હોવું ૧૦૦%
જરૂરી છે.
હું તો ત્યાં સુધી કહીશ કે દરેક સ્ત્રી માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે આત્મનિર્ભર બનવું જોઈએ.
તેમને અભ્યાસ કરવાની પૂરી તક આપો.તેમને જેવો અને જેટલો અભ્યાસ કરવો હોય તે કરવો. શિક્ષિત
સ્ત્રી સમાજ ને વધુ આગળ લઈ જવા આગળ આવશે.
સ્ત્રી સશક્તિકરણ ની ઝુંબેશો ચાલુ હોવા છતાં પણ સમાજના દરેક વર્ગ સુધી તે પહોંચી નથી.
આ વાત તો આપણે આપણા ઘરે થી શરૂ કરીશું તો તેમનું પરિણામ મળશે.
મલ્ટિતાશ્ક શબ્દ આજકાલ બધે ચર્ચા માં જોવા મળે છે. સદીઓથી સ્ત્રી મલ્ટીતાશ્ક જ છે પરંતુ આપણા કહેવાતા સમાજ એ તેમની કદર નથી કરી.
મારી અંગત વાત કરું તો મારે બે દીકરી અને એક દીકરો છે.પરંતુ અમારા ઘરમાં સ્ત્રી અને પુરુષ જાતિ ના અલગ અલગ નથી!
બધા એ બધા કામ કરવાના! મારી પત્ની રસોડામાં કામ કરે તે હું પણ કરું અને મારો દીકરો પણ કરે!
ઘરની સફાઈ માં પણ એજ રીતે હોય છે.અમારા ઘર માં કોઈ પણ કાર્ય નર કે નારી થી વિભાજિત નથી થતા.ટોયલેટ પણ મારી દીકરી , હું , મારી પત્ની કે મારો દીકરો ગમે તે ધોવે છે.
આ નિયમ અમે અમારા પરિવાર માં અપનાવેલ છે.
અસ્તુ