પરિવાર જમવા બેઠો હતો. ભોજન પીરસાઇ ગયું હતું.
સાસુએ દાળની ચમચી મોઢે માંડી ને મોં બગાડ્યું. : દાળ ખારી છે.મને પૂછતાં હો તો !
નણંદે કહ્યું , ઉસ જેવી ! પીરસતાં પહેલાં ચાખતાં હો તો !
સસરાએ કહ્યું , વહુ બેટા, દાળ સારી જ છે બસ મીઠું સ્હેજ આગળ પડતું છે.
પુત્રવધૂએ પતિ સામે જોયું.
પતિએ હળવેકથી થોડુંક પાણી ઉમેરી દીધું ને કહ્યું : હવે સરસ લાગે છે.
સાસુના ભંવા તંગ !
નણંદબાએ મોં મચકોડ્યું !
પુત્ર તરફ જોતા સસરાનો ચહેરો મલક્યો.
પુત્રવધૂની આંખો હસી.
*****************
સવાલ અભિગમનો છે.
પુત્રવધૂ પારકી નથી. પરિવારની છે. પરિવારે પસંદ કરી છે. એનું રાંધેલું સહુ રોજ જમે છે. દાળ ખારી બનાવવી એવો તો એનો હેતુ ન જ હોયને ?
*****************
સારું લાગે ત્યારે વખાણના બે શબ્દ ભલે બોલતા નથી પણ પીરસાયેલા ભોજનનો સ્વાદ ક્યારેક તમને અનુકૂળ ન પણ હોય એવે સમયે ટીકા કરવા કરતા સ્વાદ સુધારી લેતા આવડે એ પ્રિયજન.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹