Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુષ્પો બીછાવ્યા શ્રીજી તારી વાટમાં...
       કયારે આવે તું બસ...!
                    હું છું તારી રાહમાં.......

મનમાં કોયલીંયા ટહુકા કરે ને.......
મોરલીયો થનગન નાચે ચમનમાં.......
તારા વિના સંગીત અધુરુ લાગે..... .
કયારે તુ વાંસળી વગાડે આવી....!
                        હું છું તારી રાહમાં.......

પુષ્પો બીછાવ્યા શ્રીજી તારી વાટમાં.....
           કયારે આવે તું બસ........
                          હું છું તારી રાહમાં.......

સાવન કેટલાંય આવે ને જાય છે........
પાલવ મારો તો કરો રહી જાય છે.........
વસંતના ઝુલાને તાકુ એમ ઊભી.........
કયારે તુ ઝુલાવે મને આશ આવી......!
                           હું છું  તારી રાહમાં........

આશાના ઉંબરે દોડી દોડી જાઉં છું......
મંદિરના બારણા ખટકાવ્યે જાઉં છું........
ઉમંગનો ઘણી લઈ આંગણે ઊભી..........
કયારે ખોલીશ દ્વાર તુ આવી.......?
                        હું છું તારી રાહમાં.......

કૃષ્ણ કયારેક,ને શ્યામળા કહું છું......
કયારેક માધવ,કદી ગોપાલો કહું છું.......
તારા હજારો નામ મનમાં લાવી........
રાધા તુ બોલે મને કયારે આવી....?
                         હું છું તારી રાહમાં......

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Poem by DOLI MODI..URJA : 111617283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now