પાગલ બની ભટકી રહી છું તારી રાહમાં,
ક્યારે કરશે તું વાત એ આશમાં ઉભી છું હું તારી રાહમાં.....
જુએ વાટ દિવસ રાત આ પાગલ તારી રાહમાં,
ક્યારે મળશે તું મને એ આશમાં ઉભી છું હું તારી રાહમાં.....
કેટલીય રાતો જાગી વિતાવી આ જોગને તારી રાહમાં,
ક્યારે આવશે મને લેવા એ આશમાં ઉભી છું હું તારી રાહમાં....
-Rajeshwari Deladia