*આ વાંઝણી તૃષાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*રેતીમાં ઝાંઝવાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*કહી દો દશે દિશાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*એના આ દબદબાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*ગાફેલ થઈ ને દુનિયા ડૂબી ગઈ છે જેમાં,*
*એ કાળની કથાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*ઝાકળમાં ઓગળીને ઊડી જતી જે કાયમ,*
*જૂઠી ઝળાહળાંનો વિસ્તાર ક્યાં સુધી છે?*
*રેતીનું ઘર તો 'પરશુ' તૂટે રમત રમતમાં,*
*ઠાલી આ વેદનાનો વિસ્તાર ક્યાં સુધી છે?*
* પરશુરામ ચૌહાણ*