માસ્ક અંદરનો માણસ
માણસ છે એ,ભૈ,માણસ છે,
ઢાંકેલું મોં પણ એ માણસ છે.
જુદો બ્હારથી,જુદો અંદરે એ,
કલદાર પૂજક એ કલાકાર છે.
હતું આમેય ક્યાં સાચું મુખડું,
છૂરી છુપાવી રામ એ રટતું,
આકા ઓથે ડર વિણ ભમતું,
હરીફ ડરાવી રાજ એ કરતુ,
ફરતા વિષૈલ બેફામ નગરમાં,
ચૂંથતા કળીઓ પાપી ચમનમાં,
એક ચિનગારી ત્રાટકી રણમાં,
દુષ્ટ સકલ ચૂપ ,ભય છે મનમાં.
હવે ના સુધર્યા,નિષ્ચે પસ્તાશો,
ધર્મ ઓઢીને જો ધર્મને હણશો .
ધ્રુવ જોશી
૨૭-૧૧-૨૦૨૦