ગઝલ:- "નજર નાખી નથી"
ભલે દુખી છું પણ શાયર છું,
કોઈ ના સુખ મા નજર નાખી નથી.
હવે શું દુઃખ આપશો મને,
જ્યાં એક પણ દુઃખ હવે બાકી નથી.
આવેલ દુઃખને પણ ક્યારેક....
એમ થાય છે કે વાત જાજી રાખી નથી.
જખમ દેખાશે જિંદગીના તમને,
એની નિશાની કાંઈ ઝાંખી નથી.
લખું છું આંસુઓ ની શાહી થી,
સજલ "મિત્ર" એ શાહી કાંઈ પાકી નથી
{✍️ મનિષ કુમાર "મિત્ર"🙏🙏}