ચહેરા પરના સ્મિત પર ના જશો
હૈયે અમે અઢળક વેદના વણી છે.
છાલાં પડ્યાં ભલેને આ હાથો પર
જાત અમારી આ મહેનત ભણી છે.
માનવતાની આ જ્યોત જલતી રાખી
સત્યની સદાય અમે જણસ લણી છે.
બીજા તરફ કદીયે ના આંગળી ચીંધી
ભૂલો પહેલાં અમે તો ખૂદની ગણી છે.
સાચુકલું જ જીવવા આ જીવ મથે હવે
આગળ પછી તો ઈશ્વર જેવડો ધણી છે.
"નીલ"