ક્યારેક લાગે છે...
દોસ્ત વિના સાંજ નથી પડતી
સીધી રાત જ પડી જાય છે
કો'ક દોસ્તને લાંબે ગાળે મળ્યાં ના હોઇએ
ત્યારે જીવનમાં રજા પડી ગયા જેવું લાગે છે
મજાની વાત એ કે - મિત્રને સમજાવવો ના પડે.
એને સમજી જાતાં વાર ના લાગે ને જો વાર લાગે તો એ ક્ષણ પારાવાર લાગે
આજે નિરાંતે માત્ર દોસ્તી વિશે લખવા મન થયું છે..
કાગળ અને પેનની દોસ્તી
ટેરવાં,
ને ટચસ્ક્રીનની દોસ્તી
અર્થ
અને શબ્દની દોસ્તી
દ્રષ્ટિ
અને નજરની દોસ્તી
મૌન,
ને અવાજની ય દોસ્તી
પગલાં,
અને રસ્તાની દોસ્તી
આ હા હા
કેટલી દોસ્તીની સ્મૃતિઓ નજર સામે આવી ફરી
દોસ્તી એ અકસ્માતથી મળતી અસ્કયામત નથી..
એ તો જાહોજલાલીની અમાનત છે
ઊંમરને વટાવી અને વળાવી જે દૂર ખૂણામાં મૂકી દે
તેનું નામ દોસ્તી
દોસ્તી ક્યારેય ઘરડી ના થાય
એ તો પરિપક્વ જ થતી જાય
દોસ્તી ફૂલોનો ગરમાળો નથી
એ તો સુગંધનો દરીયો છે
માટે જ દોસ્ત
દોસ્તી કદી કરમાય એવું આજ સુધી બન્યું નથી
એ તો પમરાટ બની મ્હેંકી જ ઊઠે..
મ્હેંકી જ ઊઠે
#અજ્ઞાત