રંગને પીંછી લવ તો ચિત્ર દોરું,
કલમને કાગળ લવ તો કવિતા દોરું.
શબ્દોની સાંકળ બાંધી દવ તો ઇતિહાસ દોરું,
ક, ખ, ગ, ઘ લવ તો ગુર્જરધરા દોરું.
સોયથી ટેભા લઈ બે દિલ સાંધી દીધા, !?,
રક્તની ધારામાંથી લાલ ગુલાબ દોરું.
પ્રેમની મીઠાસ ચાખે તેને ખબર પડે, !?,
સ્વાદ સુગંધનો બાદશાહ મસાલા દોરું.
સબરસથી ભરી દુનિયામાં મીઠુ શોધી લે,
સાકરથી વધુ શાકભાજીમાં મીઠાસ દોરું.
છપ્પનની છાતી કરી શબ્દો સાંધી તો દીધા, !?,
અઝીઝનો ઢોલ વાગે તો તરણેતરનો મેળો દોરું.
ભાટી એન અઝીઝ
27/11/2020