"જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી,
પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે."
_________*_________*_________
આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
_______*_______*________*_______