હવા પણ મજા કરે છે આ જમીન સાથે...
રેત પણ મજા કરે છે એજ હવા સાથે...
બંને નો સાથ એવો કે, એક બીજા વગર ઉડી પણ ના શકે...
જમીન તો હવા ને બોલાવે છે કે તું અહીંયા આવ...
પણ હવા ને ક્યાં એવો સમય કે કહે ને આવી ને રોકાઈ જાય...
બંને નો સાથ એવો કે, એક બીજા સાથે રહી પણ ના શકે....
એમનો સાથ એ બે ઘડી નો.....
તોય હવા આવે છે ને રોજ મળવા.....
બંને નો સાથ એવો કે, એક બીજા વગર જીવી પણ ના શકે....
જમીન ની દોસ્ત હવા! એ જાણે છે ને એનો શ્વાસ એ જ...
તો પણ હવા એ ગુમાન નથી કરતી મળે છે રોજ....
બંને નો સાથ એવો કે, છૂટે ના રોજ....
-chetna suthar.