ગઝલ:-" ચૂપ રહેવામા મજા"
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
જે મજા હોય છે ચુપ રહેવામાં એ ચર્ચામાં નથી હોતી.
મહોબ્બત થતાં થાય છે પણ થઇ જતા બહુ વાર લાગે છે ,
મોહબ્બત ચીજ છે એવી જન્નત જે રસ્તામાં નથી હોતી.
પ્રેમનો મુકામ છે તારા હાથ માં,
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન જે તારા હાથમાં.
એક હાથ જોઈ ને રાધા નો કોઈ જ્યોતિષીએ કહ્યું હતું,
તું હોય ભલે હોય ગોરી પણ શ્યામ છે તારા હાથ માં.
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી "મિત્ર",
જે મજા હોય છે ચૂપ રહેવામાં એ ચર્ચામાં નથી હોતી.
{ ✍️મનિષ કુમાર "મિત્ર"🙏}