શું...!આ જ છે આઝાદી....
આઝાદી એટલે શું મને નથી સમજાયું ......
શું...! આ જ છે આઝાદી...?
પુરખો લડ્યા સદીઓ સુધી,યુધ્ધ આઝાદી તણુ........
વીર જવાન કેટલાંય શહીદ એમા થયા..........
મળી જયારે આઝાદી જોવા ન એ કોઈ રહ્યા......
પુછશે બાપુ હવે, એક જ સવાલ.........
શું....! આજ છે દેશ આઝાદ....?
રાજાઓ જયાં દેતા વફાદારીને માન..........
સેવા ધર્મ રાજાનો,ધર્મ રાજ્યનો ઉધ્ધાર...........
નીતિ આજ કહે પોકારી સત્તા જ છે સહકાર........
પુછશે વંશરાજાનો બસ એક જ સવાલ.........
છે રાજ્ય કેટલુ સત્તાથી આઝાદ....?
લડી થઈ મર્દાની રાણીલક્ષ્મી બાઈ...........
સાડી પહેરી નીકળી પડી ઘોડે થઈ અસ્વાર........
મમતા બાંધી પીઠે એણે દુશ્મન પર કર્યો વાર...........
પુછેશે રાણી લક્ષ્મી એક જ હવે સવાલ.........
શું....! આજના યુગે નારી છે એટલી આઝાદ...?
ઘુંઘટ ઓઢી મર્યાદા એની સાચવતી........
સ્વમાન પોતાનું સમજી ફરતી સંગ અભિમાન......
મળી સ્વતંત્રતા અને નીકળી એ ચોરે આજ.......
પુછશે મર્યાદા હવે એક જ સવાલ........
શું....! છે આજ સલામત નાર...?
કર્યોં વિચાર ઘણું વિચારી મેં........
આઝાદી છે કયાં મળી મને.......
નામ સ્વતંત્રતાનું આપી બાંધી ચોખટની પાર.....
શું....! છે આ જ આઝાદીનું નામ........
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍doli modi