❛❛આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!
ખુલ્લી જે બારી માંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે!
જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે!
બાજુ ની રેંકડી ની પેલી તરબતર ખુશ્બુ,
હવે ઘર માં જ સાંજે ખીચડી રંધાય છે!
કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલ માં વંચાય છે!
હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદ માં પણ ક્યાં વરતાય છે?
શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ જણાય છે?
દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની નવી રીતમાં વિસ્મય જણાય છે!
ટાઈ, બૂટ, શુટ, રૂમાલ, પાકીટ નથી જોયતા,
બેસી ઘરમાં, ચડ્ડી પહેરી બધું કામ થાય છે!
કેટલી વધારી હતી વ્યર્થ ની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ સમજાય છે!❜❜
CD Education
-Chandni Desai