એક મીઠાશ તું,
દિલનો એક ખૂણો તું!
હરખની હેલી તું,
મહેકની મુસ્કાન તું!
જિંદગીના પાનાઓમાં,
આમ જ ખુશાલી બને તું!
સુગંધ તારી આમ જ,
સૌમાં સહયોગી બને તું!
દિવસો ઘણાં આવે અને જાય,
પણ દુનિયામાં કાયમ રહે તું!
વર્ષોવર્ષ આમ જ વીતતાં રહે,
ને એની સાક્ષી બને તું!
-Setu