🌹 જય ગુરુદેવ 🌹
" પારખ ગુરુ મળે જૌ પુરા,તો નિશદિન વરસે નુરમા નુરા
ગુરુ શિષ્ય હૌય દો સાચા,તો પ્રગટે પ્રેમજ્યોત પ્રકાશા "
જ્યારે પુર્ણ પારખ ગુરુ મળે છે ત્યારે જ જીવાત્મા ને જ્ઞાન દ્વારા જીવની જાત પરખાવે છે.પારખ ગુરુનો ભેટો થયા વિના કૌઇ વસ્તુ પરખાતિ નથી.જ્ઞાન દ્વારા વસ્તુ ઓળખાય છે ખરી પણ પરખાતી નથી,ધ્યાન દ્વારા વસ્તુ દેખાય છે પણ પરખાતી નથી.જ્યારે પારખ સદગુરુ नो ભેટો થાય અને પારખપદ બક્ષિસ કરે ત્યારે ઍ પારખપદ દ્વારા પારખ ચક્ષુ ઉઘડે છે.એવા પારખ સદગુરુ જેને મળે છેત્યારે તેમના નયનકમલ મા નુર જ વરસતું હૌય છે.
આ નુર એવી રીતે વરસતું હૌય છે કૅ જેમ પૃથ્વી ઉપર પાણી હૌય અને આકાશ માથી વરસાદ વરસે છે ત્યારે તે વરસાદ નુ પાણી પાણી મા સમાઇ જાય છે.પછી અલગ પાણી નજરે પડતું નથી.
તેવીજ રીતે ગુરુ અને શિષ્યની ઘટના બને છે કૅ નિશદિન વરસે નુર મા નુરા.પારખ ગુરુ અને એવા અધિકારી સુપાત્ર શિષ્ય બનનૅ એક કક્ષા મા આવી મળે છે ત્યારે પ્રેમ જ્યોતનુ પ્રકાશિતપણું વ્યાપે છે.
પ્રેમ નિ જ્યોતિ જ્યારે પ્રકાશે છે ત્યારે તે પ્રકાશ વડે કામ,ક્રોધ,માયા,મમતા સર્વ શત્રુઓ ત્યાંથી નાસી છુટે છે.
ગુરુ અને શિષ્ય બંનેનું સાચ જ્યારે એક બને ત્યારે અવશ્ય પ્રેમની જ્યોતિ પ્રકાશે છે
( પૂજ્ય સવારામ બાપા,પીપળી )
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻