અંધારામાં જે મારુ અજવાળું શોધે છે ..
એ જ લાઈટ આવતા પહેલું મને ફૂંક મારીને ઓલવે છે.. માણસ પણ બદલતા સમયે સ્વાર્થીપણું કરે છે
હોય છે આજે તમારી સાથે ને બીજી પળે અન્ય જગ્યાએ સંબંધ સ્થાપિત કરેછે..જોને આ કેવી વિટંબણા મનુષ્યની ખુદ મનુષ્યને જ નડે છે..
હોયછે અઢળક સુખ પોતાની પાસે પરંતુ અન્યના એક સુખને જોઈને બળતરા કરે છે.
કેમ મનુષ્ય એટલું સ્વાર્થીપણું કરે છે.
મળેછે જ્યારે પ્રેમાળ માણસ જિંદગીમાં પણ એને કદર ન કરીને છોડીને અન્ય પાસે જઈને પોતાની વેલ્યુ પછી ગુમાવે છે..
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
ધરી ધ્યાન હરિ અલખનું ને મન જુતામાં જ ભમ્યા કરે છે.. ને પાછો એકાદ સિક્કો થાળીમાં ખખડાવીને હજારહાથ વાળા જોડે ખુશીઓની "ડિલ " કરે છે
માણસ તો ઈશ્વરને પણ મૂરખ માની બેસે છે.
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
હોય એકાદ ક્ષણની ફુરસદ તો એમજ વેડફે છે અને વ્યસ્ત સમયની પછી ફરિયાદ કર્યા કરે છે..
કેમ મનુષ્ય એટલું સ્વાર્થીપણું કરે છે.
હોય દિવસ તો રાત્રીની રાહ જુએ છે ને રાત્રી થતાંજ ફરી સવાર પડવાની કામના કરે છે.. મનુષ્ય ક્યાં એક વાતમાં ખુશ રહેછે..
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
આજીવન મોહ ક્રોધ માયા અસત્યની દુકાન ખોલીને બેસે છે મુખ પર , ને પછી કર્મના ફળસ્વરૂપ મળેલ જિંદગીનો હિસાબ માંડીને ઈશ્વરને કોસે છે..
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
જીંદગી તો ઘણી શિખામણ આપે છે આજીવન પણ આંખ આડા કાન ધરે છે.. અને પછી કર્મોથી ડરીને પુણ્યના આકડાં વધારે છે..
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
હોય જો સમજદારી પહેલેથી ને રહેમ નજર રામની તો કોણ તને ચાખે, પણ હોય જો ખોટ દ્રષ્ટિમાં જ ખુદની તો પછી કર્મ પણ ક્યાં પછી છોડે છે..
મનુષ્ય કેમ આટલું સ્વાર્થીપણું કરે છે.
બસ સમજીએ હવે સમયની માંગને અને ધરીએ ઈશ્વરનું ધ્યાન તો થશે શેષ જિંદગી આબાદ મનવા .. હવે ઈશ્વરને ક્યાં કોઈ બક્ષિસ કે સોગાદ પ્રસન્ન કરે છે.
મનુષ્ય તુજ સ્વાર્થીપણું કરે છે.