*સમયનું દ્વાર*
ગઝલ
સમયનું દ્વાર છે આગળ ભલા,
ખુલે ના એ કદી પાછળ ભલા.
કદી ના એ વળે પાછો ફરી,
ચડ્યું વરસેજ છે વાદળ ભલા.
સમયને સાચવો એ કામનું,
થશે સંકટ તણી સાંકળ ભલા.
વિધાતાનાં લખેલા લેખ પણ,
ન મિથ્યા થાય એ કાગળ ભલા.
દરદ પણ જિંદગીમાં છે ઘણાં,
સમય ઔષધ બની દે બળ ભલા.
સમય બળવાન છે માણસ નહીં,
પછી તો 'નેહ' આતમ કળ ભલા.
- વંદના બ્રાહ્મભટ્ટ "નેહ"
23/11/'20