*ચા ઉપર એક હાસ્ય રચના*
*****************
*ચા* , *દાળ* *અને *પત્ની*
ચા બગડી એની સવાર બગડી ,
દાળ બગડી એનો દિવસ બગડ્યો ,
અને પત્ની બગડી એનો ભવ બગડ્યો .
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે !!!
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,
ઊકળવું એ જ એમનો સ્વભાવ ,
ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .
પરફોર્મન્સ જ ન આપે .
ઊકળે તો જ પર્સાનીલીટીમાં નિખાર આવે ,
નિખાર એટલે કેવો ?
ચા ઊકળે એટલે લાલ થાય ,
દાળ ઊકળે એટલે પીળી થાય ,
અને
પત્ની ઊકળે એટલે લાલ - પીળી થાય !
આ ત્રણેયમાં કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !!!
એક સવાર બગાડે ,
બીજી દિવસ બગાડે ,
ત્રીજી ભવ બગાડે .
ચા ની ચૂસકી , દાળનો સબળકો અને પત્નીનો ફૈડકો !
આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ ,
ત્રણેય સ્ત્રી જાતિ ,
અને
સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં .
😂😂😂😂
ઘરવાળી ની કચ કચ....
કોઈનેય ગમતી નથી......
તો પણ મારો બેટો કોઈ મૂંગીને......
પરણવા તૈયાર થતો નથી બોલો........
🤣🤣😄😝😄🤣