સમયના તો ઈંડાં યે ફળતાં નથી;
નરી આંખે જોવા યે મળતાં નથી.
દઝાડે ને દૂઝે સતત ઘાવ પણ
સતત ઘાવ સહેવાં સરળતા નથી.
શિશિરના દિવસનું તો પૂછવું જ શું?
છો અત્યંત ટૂંકા ને ટળતા નથી.
ક્યાં પથ્થર બનાવીને પૂજા કરી?
ને પથ્થર તો ક્યારે ય ગળતા નથી.
જરી બાળપણથી જો અળગા થયા;
અને તેથી દળદર તો દળતા નથી. .
------ગુણવંત ઉપાધ્યાય