Gujarati Quote in Poem by samil solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તો સારું
જિંદગીમાં તું થોડું શીખીલે તો સારું
પડીને પાછો ઉભો થા તો સારું

લજ્જા ને જોઈ હવસ કરતા
પ્રેમથી સુંદર દ્રશ્ય જોઈ લે તો સારું

નાનકડા ફૂલને ચોળયા કરતા
પ્રેમથી થોડું સમજાવી લે તો સારું

ઝટ ઝટ કુદકા મારવા કરતા
શણપનાથી કૈક કરતો સારું

વડીલ ની સામે ભસવા કરતા
પ્રેમથી ગાતા શીખી લે તો સારું

મનમાં ને મનમાં મુંજવાયા કરતા
પ્રેમથી તું બે જણ ને પૂછી લે તો સારું

કાગડા ની જેમ કાકા કરતા
વિદુરની જેમ વિચારી બોલે તો સારું

બહેરા કાને ફરવા કરતા
હિંમતથી સાચું તું કહી દે તો સારું

સંઘર્ષ નાસમયે વિચારવા કરતા
લગાદર કર્મ કરતો થા તો સારું

સુખની પથારીએ ઊંડું ઘોરતા
નીચે પાછો પટકાય નાજા તો સારું

જિંદગીમાં તું થોડું શીખીલે તો સારું
પડીને પાછો ઉભો થા તો સારું

Gujarati Poem by samil solanki : 111614315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now