Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણે ઉરમાં મયૂર ટહૂક્યા તારાં પગલે.
વ્યોમે ધનુષી સાજ સજ્યા તારાં પગલે.

ખીલી ઊઠ્યાં મનકુસુમો નવપલ્લવિત,
અંતરે પ્રકાશ કેવા ઝબૂક્યા તારાં પગલે.

સોળે કળાએ ખીલી ગઈ વનરાજી કેવી!
પુષ્પો પર ભ્રમર કેવા ગૂંજ્યા તારાં પગલે.

હેત વરસાવી દીધું હૈયાંએ મબલખ કેટલું!
ને તાર દિલ તણા ઝણઝણ્યા તારાં પગલે.

પૂરાયો પ્રાણમાં પ્રાણ તુજને અવલોકતાં,
વસંતે તરુવરો જાણે ઝૂમ્યાં તારાં પગલે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111614248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now