એ દરિયા તુંય હેંડ્યો આવ ઝરણાને મળવા,
ખારો બખ તોય મીઠાં ઝરણા તને મળવા આવે.
તારું દિલ ખરું પછી વિરાટ ભલેને હોય,
મીઠાં બોલની કિંમત કરવા હેંડ્યો આવ.
તારો સ્વભાવ ખારો તારામાં ભળે તેય ખારું બને,
સૃષ્ટિમાં તારું રાજ તોય તારી કિંમત નહીં.
તું ખારો તોય તારા પાણીનું મીઠુ બને,,, !?,
સબરસથી સ્વાદનો રાજા તુંજ બને... !?.
કેવી કલા કુદરતની ખારું બને મીઠુ તે મંત્ર જાણ,
અઝીઝ દરેકનાં દિલમાં સબરસ બની આવ.
ભાટી એન અઝીઝ
23/11/2020