🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
તમે નહિ માનો
તમે નહિ માનો, એવું બનશે ઉંબર ને ઉપવનમાં.
કોઈ કલિ મૂરઝાય ને કોઈ ધમકી જાય ફળિયામાં.
કોઈ કવિ બની જાય અને ઈ આગોતરા પૂજાય,
હોય રસ્તે અંજવાળું ઝોકાર ને ઈ અંધારે સલવાય.
કોઈ ઝરણાંમાં ડૂબે કોઈ ડૂબકી દઈ દેતા દરિયામાં.
તમે નહિ માનો, એવું બનશે...
નીચાં નેણ નમાવી સપનું આવે ઢોલિયો ઢાળે,
કોઈ મૂળ તંતુંએ કોઈ ઝુલતું આંબલિયાની ડાળે.
ચોમાસે ડંખે નાગ,સળગે અંગ ઉંચકાતાં નળિયામાં.
તમે નહિ માનો, એવું બનશે....
સગી આંખે જોયું છતાં નીકળે પડછાયાનાં ચીલા,
વિચાર ઘોડા દોડે એમાં ધરબે હથેળિયુંમાં ખીલ્લા.
ઘૂમ ધડાકા, કાને કાંટા, ઢીચાંગ છાતીને રગરગમાં.
તમે નહિ માનો, એવું બનશે....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀