Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ભૂવો કહે કોરોનાને.....

ભૂવો કહે કોરોનાને આવતો નહિ જરાય પાસે.
મને ખબર છે તારી, તું આવી જાય અનાયાસે.

ડેન, ડાકણ, ચૂડેલની ચોટલી પકડીને પછાડું-જો હું ધારું.
તું આવીશ જો લગરીક ઓરો તો તનેય શીશીમાં ઊતારુ.
સમજી જાજે છાનોમાનો, તું આવ તો જમના જોડા ખાશે.
ભૂવો કહે કહે કોરોનાને....

હું મૂચ્છે તાવ દઈને હાવકારા કરતો ચાચર ચોકમાં ફરતો.
હું દુ:ખિયાને સુખિયા કરું તું સુખિયાને દુ:ખી કરતો.
તું નથી મારી તોલે: હું મેલું કાઢું એ કમાલ તને સમજાશે.
ભૂવો કહે કોરોનાને....

અમેય થોડી ગ્રંથ ગડબડ કરીએ અસરમાં લેવા તત્કાળ.
જુવાર દાણે અસરમાં આવે તો તુરત લઈઅે છીઅે સંભાળ.
તે ફફડાટ ફેલાવ્યો, તે જગને ધૂણાવ્યું-જગ તારી ફજેતી ગાશે.
ભૂવો કહે કોરોનાને.....

અમનેય કહે છે લોક અને તબલું: તમે નરકે જાશો....નરકે જાશો.
કલબલિયું સાથ પૂરાવી બોલે: કુનકુન જાશો-પાડો થાશો.
તું ગોજારો, તું હત્યારો, તું ચીનનો ચીબો તારું શું થાશે ?
ભૂવો કહે કોરોનાને.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111614231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now