ક્ષણ છોડીને સદીમાં શોધું છું,
ખોવાયેલી નાવ નદીમાં શોધું છું...
છે બધું છતાં કેમ ખૂંટે છે કશું?
સુખના કારણો અતીતમાં શોધું છું...
સમાયું બધું જ શૂન્યમાં, જાણું છું,
તોય જુઓ બધું અતિમાં શોધું છું...
હશે ચોક્કસ કારણો મારા જ છતાં,
કારણો વિફળતાનાં નિયતિમાં શોધું છું...
હાં કેટલો સ્વાર્થી છું, હું પણ જુઓને..!
ઈશ્વરને પણ હું આપત્તિમાં શોધું છું..!