એ નજરોના તીર, એ મૌન નો સંવાદ..
ખૂંચે છે દિલ માં બની ને યાદ..
કાશ એ પળ પાછી આવી જાય...
એ યૌવન નો ઉમળકો, એ અનેરું સ્મિત..
એ અજાણ્યા સ્પર્શ થી મનમાં ગુંજતું ગીત...
કાશ એ પળ પાછી આવી જાય..
એ રોમરોમ નો રોમાંચ, લાગણી નો ઉભરાટ...
ઝંખે છે દિલ આજે પણ, જુએ એની વાટ...
કાશ એ પળ પાછી આવી જાય...
એની બાહો ની હુંફ, એ ન વિસરાતું આલિંગન...
એ મન નું મિલન, એ વરસાદી ચુંબન..
કાશ એ પળ પાછી આવી જાય...
હવે છે આંખોમાં અશ્ક, વિરહ ની વેદના..
કેમ બધું બદલાઈ ગયું, ક્યાં ગઈ એ સંવેદના...
કાશ એ પળ પાછી આવી જાય..
સમયે રમી છે રમત કે ઉંમર નો છે વાંક..
લાગણીઓ કરતી ખિલવાડ, થયું બધું ખાક..
કાશ એ પળ પાછી આવી જાય...
ઘેરો અંધકાર દીસે છે હવે અનંત..
કાશ આ પીડાનો આવે હવે અંત..
કાશ એ પળ પાછી આવી જાય...
ડૉ. મિતેષ સોલંકી..