શું લખું હું શબ્દ હૈયું દીન છે,
લાગણીની વાત તો બહુ હીન છે !
ફૂલથી તુૃં લાભ લખ કે કર હવન,
બસ, પછી એ ફૂલની તોહીન છે.
પગ તળે તું રોંદવાનો છે ખબર,
ફૂલમાંનું રક્ત પણ શાલીન છે !
ઉફ્ નથી કરતી કદી એની નજર,
ચીંથરું તો ચીંથરામાં લીન છે !
તેં કરી ભારે દીવાળી પણ 'અમી'
જ્યોત પ્રગટે તો ખરું આમીન છે.