આજના બર્થડે સર્જક: પ્રવીણ ખાંટ 'પ્રસૂન રઘુવીર'ની એક રચના માણીએ.
21/11/2020
******
તળથી છૂટી જઇએ.
પરપોટાની જાત અમારી પળમાં ફૂટી જઇએ.
અડધી રાતે આંખ બિચારી આળસ મરડી જાગી,
શમણા વચ્ચે તડ પાડીને ઊભી પીડ અભાગી.
અંગ અંગમાં થાય સબાકા તડાક તૂટી જઇએ.
મૂળ માટીનો પંડ અમારો ધૂળ અમારું જીવતર,
અરથ વગરની લાગે અમને શ્વાસ તણી આ હરફર.
ખરા હૃદયની હૂંફ મળે તો નખશીખ ખૂટી જઇએ.
પરપોટાની જાત અમારી પળમાં ફૂટી જઇએ.
તળથી છૂટી જઇએ.
~ પ્રવીણ ખાંટ
Happy birthday
પ્રવીણ ખાંટ 'પ્રસૂન રઘુવીર''
21/11/2020