#કંઇક ખૂટે છે!
હર ક્ષણ હર માણસ ને લાગે કંઇક ખૂટે છે.
બધુ જ હોવા છતાં પણ લાગે કઈક ખૂટે છે.
અમાપ પાણી નો માલિક હોવા છતાં પણ,
સમંદર કહે પ્રદુષણથી મારું પાણી ખૂટે છે!
સ્વાર્થી અને મતલબી માણસ ના કારનામાથી,
અભ્યારણ,જંગલો કહે અમારી જમીન ખૂટે છે.
બેફામ પાણી વેડફી નાખે છે જગતના લોકો,
આપણી ધરતીમાતા કહે મારું પાણી ખૂટે છે.
હવે તો કૃત્રિમ શ્વાસે જિંદગી જીવે છે માનવો,
અંતે શરીર કહી દે છે હવે મારા શ્વાસ ખૂટે છે.