ધરીને સ્વરૂપ ' મા ' નું હરિ આવ તું !
મને લાગશે મઝાનું હરિ આવ તું !
નિહાળી છે તારી મૂર્તિ મેં જનેતામાં,
પછી ના રહેતું છાનું હરિ આવ તું !
જીવનમાં હર ડગલે તારી પ્રતિક્ષા,
ના ધરીશ કોઈ બહાનું હરિ આવ તું!
છું શિશુ ના પહોંચી શકું તારા સુધી,
આખરે કદ મારું નાનું હરિ આવ તું !
ઝંખું છું તને જગત્પતિ કેટકેટલું હું,
આવરણ છે તારે શાનું? હરિ આવ તું!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.