સંવાદ :--
--આજે આમ આવીને સીધી મને આલિંગી તુૃં ! શું થયું ? ઠીક છે ને તુૃં ?
--હાલ તુૃં કશું બોલીશ નહીં ઈશ. હાલ મને અનુભવવા દે તારી ભીંસ.
--મિતા ! સાચું કહેજે, હું યાદ આવું છું તને ?
--રોજ તો નહીં.
ચોવીસ કલાક નહીં.
પ્રતિપળ પણ નહીં.
તુૃં એમ યાદ નથી આવતો મને ઈશ.
--તો કેમ યાદ આવું છું એ કહે ને.
મારે પોરસાવું છે એ સાંભળીને કે હું તને યાદ આવું છું.
--તુૃં યાદ આવે છે મને.
જ્યારે જ્યારે આ જકડતી ભીંસ અનુભવવી હોય છે ત્યારે ત્યારે તુૃં બહુ યાદ આવે છે મને.
--બસ ! માત્ર એટલે જ યાદ આવું છું હું ?
--હા. બસ, એટલો જ યાદ આવે છે તુૃં.
--હં.
સરસ.
ચલ, એટલો તો યાદ આવું છું હું !
--ઈશ ! તને હું સ્વાર્થી નથી લાગતી?
--ના.
જરા પણ નહીં.
--કેમ ? માત્ર આલિંગન પૂરતો જ તને યાદ કરું એ સ્વાર્થ ન કહેવાય ?
તારે કહેવું જોઈએ મને કે મિતા, તુૃં બહુ સ્વાર્થી છે.
--અરે પાગલ !
કારણ, પ્રયોજન ગમે તે હોય, તુૃં મને યાદ કરે એ જ પૂરતું છે.
કારણ કે હું તને ખૂબ ચાહું છું.
એ તને ખબર હોય તોય શું ? ને ન હોય તોય શું ?
તુૃં મને ચાહે ન ચાહે, અન્ય કોઈને ચાહે, અન્ય સોને ચાહે...
એથી મારે કશી તથા નથી.
હું તો ક્ષણનો પ્રેમ આપી શકું કે તુૃં મારી પાસેથી ઈચ્છે એવી બે પળ મેળવી શકે એ જ તારા પ્રત્યેની મારી લાગણીનું ઈનામ. બલ્કે ઉપહાર.
માથેથી આકાશ ખસતું કે ચસતું નથી. એ બસ હોય છે, રહે છે.
હું પોતાને તારું આકાશ માનું છું. હું હતો, છું ને રહીશ.
તુૃં ઈચ્છે એટલો ઓઢ મને. ઈચ્છે એટલો ચાહ મને.
ને ઈચ્છે તો અવગણ મને...
--ઈશ ! તુૃં...
--કંઈ ન બોલ મિતા.
જે ભીંસ તુૃં ઈચ્છે છે એ તારી જ છે.
એ તુૃં મને આપે છે એ માટે મારે આભારી હોવું જોઈએ.
પણ કહું શા માટે ?
કહેવાને બદલે બસ ભીંસીશ તને.
ચાલશે ને?
--દોડશે.
એટલું જ જોઈએ છે મને.
એટલું જ આપ.
હું આંખ મીંચું છું, તુૃં મૌન બની તારી ભૂજાઓમાં મને સ્થાન આપ.
ભૂલી શકાય કાળની બાળતી ગતિને, એવો ઠંડો મને એક વિરામ આપ.
તારી છાતીમાં મારા મસ્તકને આરામ આપ.
એટલી બે ક્ષણ હું તુૃં બની જાઉં એવો શણગાર આપ.
--હા મિતા ! જ્યારે જ્યારે તને બે ક્ષણની ભીંસ અનુભવવી હોય ત્યારે ત્યારે જ મને યાદ કરજે.
એવી જ યાદ મને ગમશે.
એવી જ યાદ મને ગમશે.
🌺