હિસાબ લગાવ્યો જયારે મે સુખ દુ:ખ નો, તો ખબર પડી મને એટલી, સુખ નું પલું જરા છે ભારી પણ દુ:ખની ભરમાર કેટલી... (૧)
રોજ વિચારું છું કે સમય જરૂર આવશે, સુ:ખ તો છે ક્ષણભંગુર પણ દુ:ખ ની અભિવ્યક્તિ કેટલી... (૨)
સમ છે કરમ અને સમાંતર છે જીવનરેખા, સુખ ની આછેરી અભિલાષા માં, દુ:ખની પરાકાષ્ઠા કેટલી...( ૩)
સમજાયું મને દુ:ખ તો છે શાશ્વત અને સુખ તો છે મૃગજળ, પણ આ અફાટ મહેરામણ માં સાચી સમજણ કેટલી.. (૩)
ઝુલાવું હું હિચકો મીઠા લીમડાના વાયરે , આવશે એ સુખ પણ એની અવધિ કેટલી... (૪)
ના કહું તો પણ આવી જાય છે, હવે દુ:ખ તો લાગે છે પોતીકું પણ સુખ ની ઉમર કેટલી... (૫)
-Dr. Brijesh Mungra