તું જ હોય શકે
મનની માણીગર અને શાશ્વત સ્વરુપ એ તો તું જ હોય શકે... (૧)
વહાલ નો દરિયો અને ભટાક સમ ભોળપણ એ તો તું જ હોય શકે... (૨)
મારા પ્રેમ નું પ્રતિબિંબ અને પાનખર માં વસંત એ તો તું જ હોય શકે... (૩)
યુવાની નો અકળ તરવરાટ અને હિલોળે લેતું અખૂટ જોમ, એ તો તું જ હોય શકે... (૪)
દુઃખો ની ભરમાર થી દૂર અને સુખ ની ધરા પરનું અમૃત એ તો તું જ હોય શકે...( ૫)
મારી પ્રેમગાથા માં અટલ, મારા વિશ્વનો પર્યાય એ તો તું જ હોય શકે... (૬)
-Dr. Brijesh Mungra