🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઓગળવાનું
ફોરમ જાત જેમ ઓગળવાનું.
ધ્રૂમ્ર જ્યોત બની હરફરવાનું.
રાતભર દ્વવતાં સપનાઓ સેવી,
રોજ સવારે ફૂલ બની ખીલવાનું.
વિરહીજનના તપ તપેલાં ઝીલી,
ઝાકળ સમ ઝગમગ થઈ ખરવાનું.
છો લવણ પૂતળી સાગરની જો,
ગળતા ગળતા સમરસ ભળવાનું.
જનમ મરણના પથ્થર ટાંકેલી,
બે પાટ વચાળે દરણું દળવાનું.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀